કોડીનાર ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે અંબુજા વિદ્યા નિકેતન સ્કૂલમાં દરિયાઈ કાચબાના સંરક્ષણ અને સંવર્ધન અંગે એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પ્રકૃતિ નેચર ક્લબના જીગ્નેશ ગોહિલે પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને દરિયાઈ કાચબાની જીવનશૈલી, તેમના કુદરતી નિવસનસ્થાન અને સંરક્ષણના મહત્વ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. જામવાળા રેન્જ વનવિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે એક ચિત્ર સ્પર્ધા પણ યોજવામાં આવી હતી, જેમાં ઉત્સાહભેર બાળકોએ ભાગ લીધો હતો.
સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં વનવિભાગ, અંબુજા ફાઉન્ડેશન, અદાણી ફાઉન્ડેશન, પ્રકૃતિ નેચર ક્લબ અને શાળા પરિવારનો બહુભૂલ્ય સહયોગ રહ્યો હતો.






































