કોડીનાર તાલુકાના માલગામ ખાતે આશરે વીસ વર્ષથી એકલા રહેતા મૂળ મહારાષ્ટ્રના શ્રમિક નાનુભાઈ સુરેશભાઈનું આકસ્મિક નિધન થયું હતું. ગામલોકોએ તેમની સાથેનો વર્ષો જૂનો દિલનો નાતો નિભાવી, એક પરિવારની જેમ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. આટલા વર્ષો સુધી તેમની સંભાળ રાખનાર ગ્રામજનોએ નાનુભાઈની યાદ કાયમ રાખવા માટે તેમની તસવીર બનાવી નીચે ‘લોકપ્રિય મજદૂર’ લખાવીને માનવતાનું એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.









































