અમરેલીના કેરીયા રોડ પર આવેલી પટેલ કન્યા છાત્રાલય ખાતે નૂતન વર્ષના પ્રારંભે સ્નેહભાવથી આદાન-પ્રદાન કરવા માટે શુભેચ્છા સ્નેહ મિલન યોજવામાં આવશે. ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં તા.પને શુક્રવારના રોજ સવારના ૮ઃ૪પ કલાકે યોજાનાર આ સ્નેહમિલનમાં લેઉવા પટેલ સમાજને ઉપસ્થિત રહેવા કન્યા છાત્રાલય તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.