અમરેલી જિલ્લામાં ૧૭ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર લિસ્ટેડ આરોપી ઉમેદભાઈ ઉર્ફે ઉમેશભાઈ કાથડભાઈ હુદડ (ઉંમર ૪૩) ને અમરેલી પેરોલ-ફર્લો સ્કવોડે ઝડપી પાડ્‌યો છે. વડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં આરોપી લાંબા સમયથી નાસતો ફરતો હતો. તપાસ દરમિયાન આરોપી ખેડા જિલ્લાના નડિયાદ શહેરના યોગીનગર વિસ્તારમાં રહેતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે ટીમે નડિયાદ ખાતેથી આરોપીને ઝડપી પાડ્‌યો હતો.