વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે સાધુ-સંતો અને રાજકીય-સામાજિક આગેવાનોની બેઠક યોજાઈ હતી. તારીખ ૧૭મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૬ કલાકે કામનાથ મહાદેવ મંદિર પરિસરમાં ઉજવણીનો પ્રારંભ થશે. જેમાં ૨૫ સાધુ-સંતો દ્વારા સંસ્કૃત શ્લોકોચ્ચાર સાથે વડાપ્રધાનને આશીર્વાદ પાઠવવામાં આવશે, તેમજ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.સાંજે ૭ કલાકે કામનાથ મહાદેવની મહાઆરતી યોજાશે, જેમાં અમરેલી જિલ્લાના તમામ સમાજમાંથી ૧૦૦-૧૦૦ લોકો વિવિધ વેશભુજા સાથે જોડાશે. દરેક સમાજ દ્વારા એકસાથે આરતી ઉતારી આશીર્વાદ પાઠવવાની આ દેશની પ્રથમ ઘટના બનશે. સાથે જ ‘સુશાસન દિવસ’ની પણ ઉજવણી કરાશે.આ બેઠકમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જીલ્લા પ્રમુખ અતુલ કાનાણી, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, પ્રાંત અધિકારી સહિત વિવિધ સમાજ તથા સામાજિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.