અમરેલી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની હેન્ડબોલ સબ-જુનિયર ૨૦૨૬ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તા. ૧૭થી ૨૦ ઓગસ્ટ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યની વિવિધ શાળાઓની શ્રેષ્ઠ હેન્ડબોલ ટીમોએ ભાગ લીધો હતો. ગજેરા કેમ્પસની બહેનોની ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી કાંસ્ય પદક મેળવ્યું હતું. ટીમમાં મકવાણા જેનીશા, મેર કિરણ, ગોસાઈ ભક્તિ, શેખ નવ્યા, તામગડીયા માનસી, મકવાણા અક્ષરા સહિત ૧૬ ખેલાડીઓનો સમાવેશ થાય છે. ખેલાડીઓની આ સફળતા પાછળ નિયમિત પ્રશિક્ષણ, કોચનું માર્ગદર્શન અને સંસ્થાના સહયોગનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. સિધ્ધિ બદલ પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા સહિત સંસ્થાના આગેવાનોએ ખેલાડીઓ તથા કોચ રવિભાઈ નાવડિયા, ટ્રેનર કમલેશભાઈ ભાલીયા અને ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા.









































