અમરેલી જિલ્લાના નવા ખીજડીયા મુકામે ખેતરની વાડમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક આ અંગે અમરેલી ફાયર કચેરીને જાણ કરવામાં આવી હતી.
આગ લાગવા અંગે ફોન આવતા ફાયર ઓફિસર એચ. સી. ગઢવીની રાહબરી નીચે હિંમતભાઈ બાંભણિયા, પારસભાઈ પરમાર અને કરનદાન ગઢવી સહિત અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે તુરંત ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યુ છે.