ઘઉંનાં પાનના સુકારાના નિયંત્રણ માટે રોગની શરૂઆતમાં મેન્કો વે.પાવડર ૧૦ લિટર પાણીના ૧૫ દિવસના આંતરે બે છંટકાવ કરવા.
• શિયાળુ મકાઈ:પાનનો સુકારો ટર્સીકમ લીફ બ્લાઈટ રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧ લિટર / ૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧ લિટર / ૧૦ લિટર પાણી) નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસના આંતરે બે છંટકાવ કરવા.
• ચણામાં સ્ટંટ વાયરસ રોગ મોલોમશી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે ડાયમીથોએટ ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.
• પૂર્વા તલ ઃ ગાંઠિયા માખીના નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ડુંગળીમાં થ્રીપ્સનો ઉપદ્રવ વધતો જણાય તો ફોસ્ફામીડોન ૧૦ મિ.લિ.અથવા સ્પીનોસેડ ૨ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છાંટવું.
• બટાટાના કટકાનાં કોહવારાનાં નિયંત્રણ માટે બટાટા વાવેતર પહેલા જ્યારે બીજ તૈયાર કરવામાં આવે છે એટલે કે ટુકડા કરવામાં આવે છે ત્યારે કાપેલ ટુકડાને મેન્કોઝેબ દવાની સુકી માવજત આપવી જરૂરી છે જેથી રોગપ્રેરકો ટુકડામાં દાખલ થાય નહિ અને ટુકડા કોહવાય નહિ. પ્રતિ હેકટરે એક કિલો મેન્કોઝેબ અને ૫ કિલો શંખજીરૂ મિશ્રણ કરી બટાટાના ટુકડા ઉપર ભભરાવી વાવેતર કરવાથી કટકામાં થતો કોહવારાનો રોગ અટકાવી શકાય છે.
• તરબૂચમાં૨૦ માઈક્રોન જાડાઈનું સિલ્વર બ્લેક કલરની પ્લાસ્ટિક મલ્ચનો ઉપયોગ કરી ૦.૬ ઈટીસી લેવલે ટપક પધ્ધતિ દ્વારા પિયત આપો.
• ભીંડામાં તડતડીયા તથા ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ માટે મેટારીઝીયમ એનીસોપ્લી ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
• ટમેટાનાં પાનનાં સુકારાનાં રોગ માટે કોપર હાઈડ્રોકસાઈડ ૭૭ વે.પા. ૨૫ ગ્રામ/૧૦ લિટર પાણીમાં નાખી ૧૦ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
• રીંગણી: નાના પર્ણ / લઘુપર્ણ / ઘટ્ટીયા પાનરોગ તડતડીયાથી ફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાર્બોફયુરાન ૩ જી ૧ કિ.ગ્રા. સક્રીય તત્વ / હે. પ્રમાણે છોડની ફરતે રીંગ પદ્ધતિથી આપવું અને ૧૦ થી ૧૨ દિવસના અંતરે ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૨ મિ.લિ. અથવા થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને વારાફરતી જરૂર પ્રમાણે છંટકાવ કરવો.
• દુધી: ગુજરાત આણંદ સંકર દુધી – ૧ નું વાવેતર કરો.
• મરીમસાલાના પાકો (વરિયાળી, જીરૂં, ઘાણા, મેથી, સુવા અને અજમો) ઃ મોલો અને થ્રીપ્સનાં નિયંત્રણ માટે
મોલો અને થ્રીપ્સનો વધુ ઉપદ્રવ જણાય તો ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૨મિ.લી. અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસેલ ૪ મિ.લિ. અથવા કાર્બેસ્લ્ફાન ૨૫ ઇસી ૨૦ મિ.લી. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો બીજા છંટકાવની જરૂરિયાત જણાય તો કીટનાશક બદલવી.
• ધાણાનાં ઉગાવાના એક મહિના બાદ ટ્રાઈકોડર્માં હારજીયાનમ ૫ કિ.ગ્રા. ૧૦ કિલો રેતીમાં ભેળવી છંટકાવ કરવાથી સુકારામાં નિયંત્રણ મેળવી શકાય છે.
• ચણામાં પોપટા
કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૩ મિ.લિ. અથવા ફ્‌લુબેન્ડિયામાઈડ ૩ મિ.લિ. અથવા ફેનવાલરેટ ૨૦ ઇસી ૧૦ મિ.લિ/૧૦ લિ. પાણીમાં નાખી પ્રથમ છંટકાવ ૫૦ % ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ પ્રથમનાં ૧૫ દિવસે કરવો.
• દાડમમાં ગંઠવા કૃમિના નિયંત્રણ માટે પેસીલોમાયસીસ લિલાસીનસ ૨૦ કિલો/હે. + દિવેલીનો ખોળ ૨ ટન/હે. ચોમાસાની શરૂઆતમાં અને ત્યારબાદ દર ૬ મહિનાના અંતરે થડથી ૧૨ થી ૧૮ ઇંચ દૂર તથા આશરે ૯ ઇંચ રીંગ કરી જમીનમાં મૂળ નજીક આપવું.
• લસણ: વાવણી બાદ એક માસે હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન તત્વ એટલે કે ૫૪ કિલોગ્રામ યુરિયા અથવા ૧૨૫ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું.
• સીતાફળમાં મીનીબગનાં નિયંત્રણ માટે ખરી ગયેલ પાન તથા ફળો વિણી તેનો નાશ કરવો તેમજ સુકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી દેવી. ઝાડની ફરતે તથા લાકડાના ટેકા ઉપર જમીનથી એક ફૂટની ઊંચાઈએ પોલીથીલીનનો પહોળો પટ્ટો લગાવી તેની ઉપર તથા નીચેની ઘારે ગ્રીસ લગાડવું. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીના મીંજના ભૂકાનો છંટકાવ કરવો.