કેરળની એક કોર્ટે પોલીસને અંસીબા હસન ઉત્પીડન કેસની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુત્રો અનુસાર, કેરળની એક કોર્ટે મલયાલમ અભિનેત્રી લક્ષ્મી પ્રિયા, તેના પતિ જયેશ અને એક મહિલા પોલીસ અધિકારી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.ત્રિપુનિથુરા મહિલા સેલમાં અભિનેત્રી અંસીબા હસનની કથિત ગેરકાયદેસર અટકાયત અને માનસિક ત્રાસના સંદર્ભમાં કોર્ટે આ આદેશ જારી કર્યો છે. ત્રિપુનિથુરા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પીએમ અમીનાકુટ્ટીએ શનિવારે પોલીસને અંસીબા હસનની ફરિયાદની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
મહિલા સેલ સાથે જાડાયેલા લક્ષ્મી પ્રિયા, જયેશ અને સબ-ઇન્સ્પેક્ટર રેશ્મા વિરુદ્ધની તેમની અરજીની સુનાવણી દરમિયાન અંસીબા હસન શનિવારે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, “સત્ય જાણવા માટે પોલીસે આરોપીઓ સામેના આરોપોની વિગતવાર તપાસ કરવાની જરૂર હોવાથી, ફરિયાદ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૫ (૩) હેઠળ એફઆઈઆર નોંધવા અને તપાસ માટે હિલ પેલેસ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરને મોકલવામાં આવી રહી છે.”
આ કેસ એક ઘટના સાથે સંબંધિત છે જેમાં લક્ષ્મી પ્રિયાની ફરિયાદ બાદ હસનને હિલ પેલેસ પોલીસ સ્ટેશનના મહિલા સેલમાં બોલાવવામાં આવ્યો હતો. લક્ષ્મી પ્રિયાએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેને હસન તરફથી વાંધાજનક વોટ્‌સએપ સંદેશા મળ્યા હતા. પોતાની ફરિયાદમાં, અંસીબા હસને આરોપ લગાવ્યો હતો કે તેને લગભગ ત્રણ કલાક સુધી મહિલા સેલમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવી હતી, માનસિક રીતે હેરાન કરવામાં આવી હતી અને માફી લખવા અને ગાવા માટે દબાણ કર્યા પછી જ તેને છોડી દેવામાં આવી હતી.
અંસીબા હસને એવો પણ આરોપ લગાવ્યો કે માફી પત્ર પાછળથી તેની જાણ વગર બદલવામાં આવ્યો હતો. હસને શરૂઆતમાં આ બાબતની ફરિયાદ થ્રક્કાકારાના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસને કરી હતી. જાકે, પ્રાથમિક તપાસ બાદ, પોલીસે એફઆઇઆર નોંધવાનો નિર્ણય લીધો ન હતો. ત્યારબાદ તેણીએ યોગ્ય નિર્દેશો મેળવવા માટે મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કર્યો.