મધ્ય આફ્રિકન દેશ કોંગોમાં રાજ્ય સ્તરની પરીક્ષામાંથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને લઈ જતી હોડી શુક્રવારે નદીમાં પલટી ગઈ. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કસાઈ પ્રાંતમાં સંકુરુ અને કસાઈ નદીઓના સંગમમાં પ્રવેશ કરતી વખતે હોડી પલટી ગઈ.
કોંગોમાં હોડી અકસ્માતો સામાન્ય છે. મોડી રાતની મુસાફરી, ઓવરલોડિંગ, નબળી સુરક્ષા વ્યવસ્થા અને દૂરના વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના અભાવને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં આવા અકસ્માતોમાં સેંકડો લોકોના મોત થયા છે. કસાઈ પ્રાંતના ઇલેબો પ્રદેશના વહીવટકર્તા ફ્રાન્કોઇસ કાબુલાએ જણાવ્યું હતું કે, “૮૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને ૨૦ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.”
જાકે, અકસ્માતના પ્રત્યક્ષદર્શી ત્શિકુડી જીને એસોસિએટેડ પ્રેસ (એપી) ને જણાવ્યું હતું કે બોટમાં ૨૦૦ થી વધુ લોકો સવાર હતા. ઇલેબો નાગરિક સમાજ સંગઠનના પ્રમુખ ફ્રાન્કોઇસ માલેપોએ જણાવ્યું હતું કે, “ડીઆરસીમાં બોટ સંચાલકો ફક્ત પૈસા કમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમને માનવ જીવનની કોઈ પરવા નથી.”
વિદેશ રાજ્યમંત્રી અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્યમંત્રી, કીર્તિ વર્ધન સિંહ ૬-૭ જુલાઈના રોજ સ્વિટ્‌ઝર્લૅન્ડના જીનીવામાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની છૈં શાસન પરની પ્રથમ વૈશ્વિક સંવાદમાં ભાગ લેવા માટે રવિવારે જીનીવા પહોંચ્યા. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, અરિંદમ બાગચીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કીર્તિ વર્ધન સિંહ આ મહત્વપૂર્ણ પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ વૈશ્વિક પ્લેટફોર્મ યુએન જનરલ એસેમ્બલી ઠરાવ ૭૯/૩૨૫ હેઠળ સ્થાપિત કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિ (છૈં) માટે વૈશ્વિક શાસન માળખું વિકસાવવાનો છે જે આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક અને રાષ્ટષ્ટ્રીય પ્રયાસોને સુમેળ સાધતી વખતે માનવ-કેન્દ્રિત વિકાસને પ્રોત્સાહન આપે છે.
કોન્ફરન્સ દરમિયાન, સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલ ઓન એઆઇ તેનો પ્રથમ વાર્ષિક અહેવાલ રજૂ કરશે, જે એઆઇની ક્ષમતાઓ, તકો અને સંભવિત જાખમોનું સ્વતંત્ર વૈજ્ઞાનિક મૂલ્યાંકન પ્રદાન કરે છે. આ બેઠકમાં એઆઇના સામાજિક અને આર્થિક પ્રભાવ, એઆઇ અસમાનતા ઘટાડવા, સલામત અને વિશ્વસનીય એઆઇ અને માનવ અધિકારો સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. યુએન અનુસાર, આ વૈશ્વિક સંવાદનું બીજું સત્ર મે ૨૦૨૭ માં ન્યૂ યોર્કમાં યોજાશે.
ઉત્તર કોરિયાએ નવા ૫,૦૦૦-ટન ડિસ્ટ્રોયર કાંગ કોન પર પરમાણુ-સક્ષમ ક્રુઝ મિસાઇલ અને અન્ય શ†ોનું પરીક્ષણ કર્યું. ઉત્તર કોરિયાના નેતા કિમ જાંગ ઉન વ્યક્તિગત રીતે પરીક્ષણોના સાક્ષી બન્યા. ગયા વર્ષે તેના લોન્ચ સમારોહ દરમિયાન કાંગ કોનને નુકસાન થયું હતું અને ત્યારથી તેનું સમારકામ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ ઉત્તર કોરિયા દ્વારા પરમાણુ સશ† નૌકાદળ બનાવવાની કિમની યોજનાના ભાગ રૂપે લશ્કરી શક્તિનું નવીનતમ પ્રદર્શન છે. રાજ્ય સંચાલિત કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે શુક્રવારના કાર્યક્રમમાં એક વ્યૂહાત્મક ક્રુઝ મિસાઇલ, કાંગ કોનની મુખ્ય બંદૂક અને સ્વચાલિત તોપોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કિમે આ પ્રસંગે એક ભવ્ય સમારોહમાં કહ્યું હતું કે તેમની નૌકાદળને પરમાણુ શસ્ત્રોથી સજ્જ કરવાની પ્રક્રિયા યોજના મુજબ આગળ વધી રહી છે.