અમરેલી એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા મોટરકારની નવી નંબર સિરીઝ GJ-14-BL (૦૦૦૧થી ૯૯૯૯) માટે ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યાથી તા. ૪ ડિસેમ્બરના સાંજે ૪ વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. જ્યારે બિડિંગ પ્રક્રિયા તા. ૪ ડિસેમ્બરના સાંજે ૪ વાગ્યાથી તા. ૬ ડિસેમ્બરના સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. ઓક્શનનું પરિણામ તા. ૬ ડિસેમ્બરે જાહેર કરાશે. ઈચ્છુક અરજદારોએ પરિવહન વિભાગની વેબસાઈટ પર નોંધણી કરાવી યુઝર આઈડી અને પાસવર્ડ તૈયાર રાખવાના રહેશે. નિયત સમયમર્યાદામાં રકમ નહીં ભરનારની જમા રકમ જપ્ત કરવામાં આવશે. વધુ માહિતી માટે યુટ્યુબ પર ઈ-ઓક્શન, આરટીઓ ગુજરાત સર્ચ કરી શકાશે.