અમરેલીની સાર્મથ્ય એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા ચિંતન ઠાકરે ઉત્તરાખંડના હિમાલયમાં આવેલું ૧૨,૫૦૦ ફૂટ ઊંચું પૌરાણિક કેદારકંઠા શિખર સફળતાપૂર્વક સર કર્યું છે. આશરે ૨૦ કિલોમીટરના આ કપરા ટ્રેક દરમિયાન તેમણે ચાર દિવસ સુધી મોબાઈલ નેટવર્ક, વીજળી અને પાણી જેવી સુવિધા વગર ટેન્ટમાં રહીને માઈનસ ૫થી ૧૦ ડિગ્રી ઠંડીનો સામનો કર્યો હતો. શિખર પર ભારતનો તિરંગો લહેરાવી અમરેલીનું ગૌરવ વધાર્યું હતું. તેમની આ સિદ્ધિ બદલ સંસ્થા, પરિવારજનો અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા.