સાવરકુંડલામાં સદ્દગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી તથા સુદર્શન નેત્રાલય હોસ્પિટલ, અમરેલી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો હતો. જેમાં ઓપીડીમાં ૧૧૩ દર્દીઓએ નિદાનનો લાભ લીધો હતો, જ્યારે ૨૮ દર્દીઓએ મોતિયાના ઓપરેશન માટે લાભ લીધો હતો. કેમ્પનું ઉદ્ઘાટન કબીર ટેકરીના મહંત અરુણજી સાહેબ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સુદર્શન નેત્રાલયના કર્મચારીઓ અને સ્વયંસેવકોએ દર્દીઓની સેવા કરી હતી. છેલ્લા ૧૮ વર્ષથી દર મહિનાના ચોથા ગુરુવારે આ સેવાકીય કેમ્પનું નિયમિત આયોજન કરવામાં આવે છે.






































