અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધીના કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા કુલ ૮ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુના નોંધાયા છે. અમરેલી સિટી પોલીસે મોટા બસ સ્ટેન્ડ પાસેથી રાહુલભાઇ શરદભાઇ રાવ અને ચિતલ રોડ સર્વોદય સોસાયટી પાસેથી કલ્પેશભાઇ નવિનચંદ્ર સેજુને
ઝડપ્યા હતા.
સાવરકુંડલા રૂરલ અને ટાઉન પોલીસે પીઠવડીના મુકેશભાઇ મગનભાઇ ઝાપડીયા, મઢડાના ભાવેશભાઇ નાથાભાઇ કોટડીયા અને મણીનગરના વિશાલભાઇ રાજુભાઇ ધોળકીયાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત જાફરાબાદ ટાઉન પોલીસે મનીષભાઇ ભગુભાઇ બારૈયા, પીપાવાવ મરીન પોલીસે ગોપાલભાઇ દેગણભાઇ જોળીયા અને લીલીયા પોલીસે બહાદુરભાઇ હુસેનભાઇ શિરમાનને જાહેરમાં નશાની હાલતમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.