અમરેલી જિલ્લામાં ઓછા વરસાદના કારણે ઉભી થયેલી પાણીની સમસ્યાને લઈને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ બી. કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ જિલ્લામાં ઓછા વરસાદને કારણે પીવાના પાણી તેમજ ખેતીવાડી માટે પાણીની અછત સર્જાઈ છે. ચેકડેમો અને તળાવોમાં પાણીનો સંગ્રહ ઓછો થતાં ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.અમરેલી જિલ્લાના ધારી, બગસરા, ખાંભા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, લીલીયા, લાઠી, અમરેલી અને બાબરા સહિતના તાલુકાઓમાં સૌની યોજના અંતર્ગત ચેકડેમો અને તળાવોમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત કુંકાવાવ સહિતના વિસ્તારોમાં પણ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી સમક્ષ અતુલ કાનાણીએ વિનંતી કરી છે.




































