અમરેલી-કુંકાવાવ રોડ પર ટેન્કર ચાલકની બેદરકારીના કારણે બાઈક સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. બાબરા તાલુકાના ઘુઘરાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા ફરિયાદી હરેશભાઇ બધાભાઇ માધડ (ઉં.વ. ૪૬) એ તા. ૧૯/૧૧/૨૬ ના સાંજે ૬ઃ૪૦ વાગ્યે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, ફરિયાદીનો પુત્ર તેના મિત્ર સાથે બાઈક લઈને કુંકાવાવ રોડ તરફ પેટ્રોલ પુરાવવા જતો હતો. ઈંટોના ભઠ્ઠા પાસે પહોંચતા આગળ જતા ટેન્કર (રજી. નં. GJ-૧૪-Z-૯૨૨૪) ના ચાલકે જમણી બાજુ વળવાનું સિગ્નલ આપ્યું હતું. જેથી યુવાને ડાબી બાજુથી પસાર થવાનો પ્રયાસ કરતાં ટેન્કર ચાલકે બેફિકરાઈ અને પૂરઝડપે વાહન અચાનક ડાબી તરફ વાળી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવાનને જમણા પગના સાથળ અને બેઠકના ભાગે ઓપરેશન કરવું પડે તેવી ગંભીર ઈજા થઈ હતી.






































