રાજુલા તાલુકાના છતડીયા ગામે જૂની બોલાચાલીનું મનદુઃખ રાખી ૭૦ વર્ષીય વૃધ્ધ પર હુમલો કરાયાની ઘટના બની છે. છતડીયા પ્લોટ વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા ફરિયાદી વલકુભાઈ ભાણભાઈ ડાભીયા (ઉં.વ. ૭૦) એ જસુભાઇ બદરુભાઇ ડાભીયા સામે રાજુલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, એકાદ વર્ષ પહેલાં થયેલી બોલાચાલીમાં ઠપકો આપ્યાનું મનદુઃખ રાખી આરોપીએ સવારે ૧૧ વાગ્યે વડલા નીચે બેઠેલા ફરિયાદી અને સાહેદ અશોકભાઇ ધાખડાની એકદમ નજીક પોતાની કાર (ય્ત્ન-૦૬-ત્નઊ-૩૧૯૯) હંકારી હતી. આ અંગે પૂછતા આરોપીએ ઉશ્કેરાઈને પથ્થરનો ઘા કર્યો હતો, જે ચૂકી જતાં પગથી પાટુ મારી વૃધ્ધને નીચે પાડી દીધા હતા. ઉપરાંત ફરિયાદી અને સાહેદ રામકુભાઇને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.