સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ૬૦ વર્ષથી વધુ વયના ભાઈઓ અને બહેનો માટે સિનિયર સિટીઝન રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અમરેલી જિલ્લામાં આગામી ૨૫ નવેમ્બરના રોજ સવારે ૮ કલાકે ચિત્તલ રોડ પર ગોળ હોસ્પિટલ પાસે આવેલા સરદાર પટેલ રમત સંકુલ ખાતે સ્પર્ધાઓ યોજાશે. જેમાં એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ અને ટેનિસ બાલ ક્રિકેટ સહિતની સાત રમતો યોજાશે. ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અમરેલીનો સંપર્ક કરવા અથવા ૦૨૭૯૨-૨૯૯૦૬૧ નંબર પર જાણકારી મેળવવા જણાવાયું છે.































