મહારાષ્ટ્રના દિવંગત નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટના અંગે રાજકારણ ગરમાયું છે. શરદ પવારના ધારાસભ્ય રોહિત પવારે અજિત પવારના મૃત્યુ પાછળ મોટું ષડયંત્ર હોવાની શંકા વ્યક્ત કરી છે. વધુમાં, તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર કથિત હત્યારાઓને બચાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. રોહિત પવારના આ આરોપોથી ભાજપના નેતા અને મહારાષ્ટÙ સરકારના મંત્રી નિતેશ રાણે ગુસ્સે થયા, જેમણે શરદ પવાર જૂથના નેતા વિરુદ્ધ ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.
મંત્રી નિતેશ રાણેએ રોહિત પવારનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ કરી, પ્રશ્ન ઉઠાવ્યો કે શું તેઓ ખરેખર પવાર હતા. તેમણે કહ્યું કે પવાર સાહેબ (શરદ પવાર) એ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન દરેક સાથે વ્યÂક્તગત સંબંધો જાળવી રાખ્યા હતા. બાળાસાહેબ ઠાકરે, નરેન્દ્ર મોદી અને દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના સારા અંગત સંબંધો હતા. મંત્રી નિતેશ રાણેએ વધુમાં જણાવ્યું કે શરદ પવાર સાહેબે ક્યારેય રોહિત પવાર જે ગંદા રાજકારણમાં ભાગ લઈ રહ્યા છે તે પ્રકારનું ગંદું રાજકારણ કર્યું નથી.
માત્ર આટલું જ નહીં, મંત્રી નિતેશ રાણેએ રાહુલ ગાંધી દ્વારા સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવામાં નિષ્ફળતા પર નારાજગી વ્યક્ત કરી અને ઠાકરે પરિવાર પર નિશાન સાધ્યું. ઠાકરે પરિવારનું નામ લીધા વિના રાણેએ કહ્યું કે રાહુલ ગાંધીને બાળાસાહેબ ઠાકરે પ્રત્યે આદર ન હોવા છતાં, તેઓ તેમની સાથે ગઠબંધન કરવા તૈયાર હતા. ભાજપના મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીને બાળાસાહેબ અને તેમના વારસા પ્રત્યે કોઈ માન નથી, છતાં ઠાકરે પરિવાર તેમના ઇશારા પર નાચવામાં ખુશ લાગે છે.
ધારાસભ્ય રોહિત પવારે તાજેતરમાં અજિત પવારના વિમાન દુર્ઘટનાની સીબીઆઇ તપાસની માંગ કરી હતી. તેમનો દાવો છે કે અજિત પવાર એક મોટા કાવતરાનો ભોગ બન્યા હતા. હવે, રોહિત પવારે ઉડ્ડયન કંપની ફજીઇ ના માલિક વીકે સિંહ સાથે સીએમ ફડણવીસનો ફોટો શેર કર્યો અને પૂછ્યું, “અજીત દાદાના કથિત હત્યારાઓને કોણ બચાવી રહ્યું છે?” એટલું જ નહીં, રોહિત પવારે દાવો કર્યો કે વીકે સિંહે અજિત પવારના મૃત્યુના બે દિવસ પછી જ ફ્લોરિડામાં એક વૈભવી બંગલો ખરીદ્યો હતો. તેમણે વીકે સિંહના બિઝનેસ પાર્ટનર રોનેલ લુઇમા પર ડ્રગ્સ તસ્કરો સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો. રોહિત પવારે વીકે સિંહ સાથેના કથિત ગાઢ સંબંધોમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે.




































