રાજકોટના વિંછીયા તાલુકાના છાસિયા ગામની સીમમાંથી ગાંજાના છોડનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે વિંછીયા પંથકમાં માદક પદાર્થોના ગેરકાયદે કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. વિંછીયાના છાસિયા ગામની ઝરડા સીમમાં આવેલી એક વાડીના શેઢે સુકવવા માટે રાખવામાં આવેલા લીલા ગાંજાના છોડનો ૭૦૫.૪૯૦ કિલોગ્રામ જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે વાડીના માલિક સવશીભાઈ બચુભાઈ મીઠાપરા (ઉં.વ. ૫૫)ની ધરપકડ કરી છે.
પોલીસે જપ્ત કરેલા ગાંજાના જથ્થાની અંદાજિત કિંમત રૂ. ૩,૫૨,૭૪,૫૦૦ (૩ કરોડ ૫૨ લાખ ૭૪ હજાર ૫૦૦ રૂપિયા) હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ ગ્રામ્ય ર્જીંય્એ દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક વિગતો મુજબ, છાસિયા ગામની ઝરડા સીમમાં આવેલી વાડીના શેઢે લીલા ગાંજાના છોડ સુકવવા માટે રાખવામાં આવ્યા હતા. ર્જીંય્ની ટીમે દરોડો પાડીને ૭૦૫.૪૯૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો.
રાજકોટ રેન્જના આઇજી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ર્જીંય્ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ કારોબારમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે એસઓજી પોલીસે વાડીના માલિક સવશીભાઈ બચુભાઈ મીઠાપરાની ધરપકડ કરી છે. આ સાથે પોલીસની ટીમે વધુ તપાસ શરૂ કરી છે.