કાશ્મીરના કુલગામથી આજે મોટા સમાચાર સામે આવ્યા. સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન લશ્કરના કમાન્ડર લતીફ ભટને એન્કાઉન્ટર દરમિયાન ઠાર માર્યો. સુરક્ષા દળોની આ સફળતા પર ગૃહમંત્રી અમિત શાહે નિવેદન બહાર પાડ્યું છે. અમિત શાહે સુરક્ષા દળોની પ્રશંસા કરી છે.ગૃહમંત્રી અમિત શાહે તેમના ટ્‌વટર હેન્ડલ પર પોસ્ટ કર્યું, “જમ્મુ અને કાશ્મીર પોલીસ, ભારતીય સેના, સીઆરપીએફ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સંકલિત ઓપરેશનમાં, ખીણમાં લશ્કર-એ-તોયબાના છેલ્લા સક્રિય સ્થાનિક આતંકવાદી લતીફ ભટને આજે વહેલી સવારે કુલગામમાં ઠાર કરવામાં આવ્યો. એક દિવસ પહેલા, તેના સાથી આતંકવાદી, ઉમર નિસારને પણ કુલગામમાં માર્યો ગયો. આ સમગ્ર ઓપરેશનમાં ઉત્તમ સંકલન દર્શાવવામાં આવ્યું. રાષ્ટÙ જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેના, સીઆરપીએફ અને ગુપ્તચર એજન્સીઓના બહાદુર સૈનિકોને સલામ કરે છે.”
અધિકારીઓએ જણાવ્યું કે લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી લતીફ ભટ, બુધવારે કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. ભટ, અન્ય એક આતંકવાદી, ઉમર નિસાર ડાર સાથે, કુલગામમાં સીઆરપીએફ જવાનો પર ૧૧ નવેમ્બરના રોજ થયેલા હુમલામાં સામેલ હતો, જેમાં ત્રણ અર્ધલશ્કરી દળોના જવાનો ઘાયલ થયા હતા. આ એન્કાઉન્ટર બુધવારે વહેલી સવારે શરૂ થયું હતું. સોમવારે દક્ષિણ કાશ્મીર જિલ્લાના લારૂ બાયપાસ વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં નિસાર ડારના મોતના બે દિવસ પછી ગોળીબાર થયો છે. ભટ તે એન્કાઉન્ટર સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના દેવસર વિસ્તારના જંગલપોરા ગામમાં એક ખાસ ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું, જે અગાઉના એન્કાઉન્ટર સ્થળથી થોડે દૂર છે.એ નોંધવું જાઈએ કે કાશ્મીરમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી ચાલુ છે, અને સુરક્ષા દળો આતંકવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવી રહ્યા છે. લાંબા સમયથી, આતંકવાદીઓ ખીણમાં આતંક ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા છે, પરંતુ તેઓ તેમના નાપાક ઇરાદાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે.