ગાંધીનગરમાં કૃષિ વિભાગની સરકારી કચેરીઓને સ્વચ્છ ઊર્જા સાથે જાડવાની મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળ આવતી ૮૦૦ કચેરીઓમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમણે ગ્રીન એનર્જી, રાજ્યના વિકાસ અને વીજળી ખર્ચમાં સંભવિત બચત વિશે વાત કરી હતી. સાથે જ કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી દ્વારા ચૂંટણી વહેલી યોજવા અંગે કરવામાં આવેલા નિવેદન પર પણ રાજકીય પ્રતિક્રિયા આપી હતી.
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આવેલા દ્વારકા હોલમાં સોલાર રૂફટોપ પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઇન્ટેન્ટ એનાયત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળની કુલ ૮૦૦ કચેરીઓમાં સોલાર રૂફટોપ પેનલ સ્થાપિત કરવાની પહેલ આગળ વધારવામાં આવી હતી. મંત્રી જીતુભાઈ વાઘાણીએ સંબંધિત લેટર ઓફ ઇન્ટેન્ટ એનાયત કર્યા હતા. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સરકારી કચેરીઓમાં પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટાડવાનો, સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ વધારવાનો અને લાંબા ગાળે સરકારી વીજળી ખર્ચમાં બચત કરવાનો છે.મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપેલી માહિતી અનુસાર, કૃષિ વિભાગની કચેરીઓમાં સોલાર રૂફટોપ પેનલ લગાવવાના પ્રોજેક્ટ પાછળ અંદાજે ૭૦થી ૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. તેમણે જણાવ્યું હતું કે સરકારી કચેરીઓને સોલાર ઊર્જા સાથે જાડવાથી વીજળીના બિલમાં નોંધપાત્ર બચત થઈ શકશે. જીતુભાઈ વાઘાણીએ અંદાજે ૨.૫ કરોડ રૂપિયાના વીજળી ખર્ચમાં લાભ થવાની વાત પણ કરી હતી.પ્રસ્તાવિત સોલાર રૂફટોપ સિસ્ટમથી અંદાજે દરરોજ ૮,૭૫૦ યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા સરકારી કચેરીઓમાં વીજળી ઉત્પાદનની નવી વ્યવસ્થા ઊભી થશે. સૂર્ય ઊર્જાના ઉપયોગથી પરંપરાગત વીજળી પરનો આધાર ઘટાડવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આયોજનની વિગતોમાં વાર્ષિક ઉત્પાદન માટે ૩૧.૯૪ યુનિટનો આંકડો પણ જણાવવામાં આવ્યો છે.કાર્યક્રમને સંબોધતાં જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગ્રીન એનર્જી અને સોલાર ઊર્જા ક્ષેત્રે થયેલી પ્રગતિનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેમણે કહ્યું હતું કે અગાઉ સૂર્ય ઊર્જાના મોટા પાયે ઉપયોગ અંગે અનેક સવાલો ઊભા થતા હતા. પરંતુ હવે ગુજરાત સોલાર ઊર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર રીતે આગળ વધ્યું છે. જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સોલાર ઊર્જાના વિકાસ માટે મહત્વપૂર્ણ દિશા આપી હતી અને રાજ્યએ આ ક્ષેત્રમાં મળેલી તકોનો ઝડપી ઉપયોગ કર્યો છે.
પોતાના સંબોધનમાં જીતુભાઈ વાઘાણીએ સોલાર ઊર્જાના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સોલાર ઊર્જાને માત્ર વીજળીના વૈકÂલ્પક †ોત તરીકે જાવી યોગ્ય નથી. તે રાજ્યની આર્થિક પ્રગતિ અને ભવિષ્યના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ આધાર બની રહી છે. તેમણે કહ્યું હતું કે સૂર્યશÂક્તના ઉપયોગથી ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવાની સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ કરી શકાય છે. આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણ મળે તે માટે સોલાર રૂફટોપ જેવી પહેલોને તેમણે સમયની જરૂરિયાત ગણાવી હતી.
વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની કચેરીઓમાં વપરાતી વીજળીના બિલનો ખર્ચ અંતે સરકારની તિજારીમાંથી જ ચૂકવવામાં આવે છે.આથી સરકારી ઇમારતોની છત પર સોલાર પેનલ લગાવવાથી વીજળીના ખર્ચમાં ઘટાડો લાવવાની તક ઊભી થશે. તેમણે સોલાર ઊર્જાને લાંબા ગાળાની આર્થિક બચત સાથે જાડીને જાવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. સંબોધન દરમિયાન તેમણે રાજ્યની તિજારીમાં ૨.૬ લાખ કરોડ રૂપિયાની બચતનો આંકડો પણ રજૂ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન જીતુભાઈ વાઘાણીએ ગુજરાતમાં વીજળી ક્ષેત્રે થયેલા વિકાસની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં ખાસ કરીને ગામડાંઓમાં વીજળીની સ્થિતિ સારી નહોતી. વીજળી પુરવઠામાં પડતી મુશ્કેલીઓનો લોકોને સામનો કરવો પડતો હતો. જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે આજે વીજળી જાય તો તરત જ આ બાબતે ધ્યાન દોરવામાં આવે છે.કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ રાજ્યમાં ચૂંટણી વહેલી યોજાવા અંગે કરેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતાં મંત્રી વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસની સત્તામાં પરત ફરવાની આશાઓને ‘મુંગેરીલાલ કે હસીન સપને’ સાથે સરખાવી હતી. જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ લાંબા સમયથી રાજ્યમાં સત્તાની રાહ જાઈ રહી છે. તેમના મતે કોંગ્રેસની વહેલી ચૂંટણી અંગેની વાતો વાસ્તવિકતાથી દૂર છે. તેમણે કોંગ્રેસ પર રાજ્યના વિકાસકાર્યો અંગે સવાલો ઉઠાવવાનો પણ આક્ષેપ કર્યો હતો.રાજ્યમાં પાણીની વ્યવસ્થા અંગે વાત કરતાં જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાણીની ચિંતા કરી રહી છે અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમણે નર્મદા યોજનાનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસને પ્રશ્ન કર્યો હતો કે અગાઉ સત્તામાં હોવા છતાં નર્મદાને લગતી યોજનાઓના અમલીકરણ માટે યોગ્ય કામગીરી કેમ કરવામાં આવી નહોતી? જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર નર્મદા યોજનાના કામો અટકાવવાનો આરોપ મુક્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે નર્મદા કેનાલોનું કામ આગળ વધ્યું હોવા છતાં તેને અટકાવવામાં કેમ આવ્યું હતું અને નર્મદા બંધના દરવાજા અંગે અવરોધો કેમ ઊભા કરવામાં આવ્યા હતા? તેમણે વડાપ્રધાન મોદીના નર્મદા મુદ્દે કરવામાં આવેલા ઉપવાસનો પણ ઉલ્લેખ કર્યો હતો.







































