એક તરફ ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી, અનેક વિસ્તારોમાં વીજકાપનો સામનો કરવો પડી રહ્યો છે અને સરકાર સામાન્ય લોકોને વીજળી બચાવવાની સલાહ આપી રહી છે. પરંતુ જા વીજળી બચાવવાના નિયમોનું પાલન કરાવનારી સરકારી કચેરીઓમાં જ બેફામ વીજળીનો વેડફાટ થતો હોય તો? ગુજરાતમાં વીજસંકટના ખતરા વચ્ચે રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, નવસારી અને વાપીની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓની ગેરહાજરીમાં પણ છઝ્ર, પંખા અને લાઈટ ચાલુ જાવા મળ્યા હતા. એક તરફ જનતાને વીજળી બચાવવાની અપીલ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓમાં જ વીજળીના બેફામ વપરાશથી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
રાજકોટ જિલ્લાના જેતપુરમાં મામલતદાર કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કચેરીના અનેક વિભાગોમાં કોઈ કામ ન હોવા છતાં ટ્યુબલાઈટ અને પંખા ચાલુ જાવા મળ્યા હતા. કેટલાક વિભાગોમાં અધિકારીઓ કે અરજદારો હાજર ન હોવા છતાં વીજ ઉપકરણો ચાલુ રાખવામાં આવ્યા હતા. એક તરફ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી, ત્યારે બીજી તરફ સરકારી કચેરીમાં વીજળીનો આ રીતે વેડફાટ થતો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. સામાન્ય નાગરિકોને વીજળી બચાવવાની અપીલ કરનારું તંત્ર પોતાની જ કચેરીઓમાં વીજ બચતના નિયમોનું પાલન કેમ કરાવતું નથી તે સવાલ ઊભો થયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વીજકાપની સ્થિતિ વચ્ચે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. લીંબડી પોલીસ સ્ટેશનમાં વીજળીના બેફામ વપરાશના દૃશ્યો સામે આવ્યા હતા. પોલીસ સ્ટેશનના ચેમ્બરમાં છઝ્ર અને પંખા ચાલુ જાવા મળ્યા હતા. એક તરફ વીજળી બચાવવાના સૂત્રો આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓમાં જ વીજળીના વપરાશને લઈને બેદરકારી જાવા મળી રહી છે. આવી Âસ્થતિમાં સરકારી કચેરીઓમાં વીજળી બચત માટેના નિયમોનું ખરેખર પાલન કરવામાં આવે છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે.
અરવલ્લી જિલ્લામાં પણ સરકારી કચેરીઓમાં વીજળીના વેડફાટના દૃશ્યો સામે આવ્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરીમાં જરૂર ન હોવા છતાં પંખા અને લાઈટ ચાલુ જાવા મળ્યા હતા. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારીની ચેમ્બરમાં પણ ત્રણ પંખા અને લાઈટ ચાલુ હોવાનું સામે આવ્યું હતું. મહ¥વની વાત એ છે કે કચેરીએ પહોંચવાનો સમય થઈ ગયો હોવા છતાં કેટલાક અધિકારીઓ હાજર નહોતા. અધિકારીઓની ગેરહાજરીમાં પણ વીજ ઉપકરણો ચાલુ રાખવામાં આવતાં વીજળીના વેડફાટ અને અધિકારીઓની સમયપાલન અંગેની બેદરકારી સામે સવાલો ઊભા થયા છે.
ગુજરાતમાં ગંભીર વીજસંકટનો ખતરો હોવા છતાં સરકારી કચેરીઓમાં વીજળીના વપરાશને લઈને બેદરકારી જાવા મળી રહી છે. નવસારી જિલ્લા પંચાયતની કચેરીમાં પણ આવી જ સ્થિતિ સામે આવી હતી. અહીં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ગેરહાજરીમાં છઝ્ર અને પંખા ચાલુ જાવા મળ્યા હતા. વીજળી અને સરકારી નાણાંનો વેડફાટ થતો હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હોવાના સવાલો ઊભા થયા છે. સરકાર દ્વારા વીજળી બચાવવા માટે સૂચનો અને સલાહ આપવામાં આવે છે, પરંતુ સરકારી અધિકારીઓ જ તેનું પાલન કરતા ન હોય તેવી સ્થિતિ સામે આવી છે. હવે વીજળીના વેડફાટને રોકવા માટે નક્કર પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.
વાપી શહેરની સરકારી કચેરીઓમાંથી પણ બેદરકારીના દૃશ્યો સામે આવ્યા છે.વાપી મામલતદાર કચેરીમાં વીજળીના વેડફાટ અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સવારે ૧૦ વાગ્યાના સમયે કચેરીના મોટાભાગના પંખા અને લાઈટ ચાલુ જાવા મળ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે કેટલાક કર્મચારીઓ હાજર ન હોવા છતાં વીજ ઉપકરણો ચાલુ રાખવામાં આવ્યા હતા. વાપીના અનેક વિસ્તારોમાં લોકો વીજકાપનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકારી કચેરીઓમાં વીજળીના બેફામ વપરાશને લઈને સવાલો ઊભા થયા છે. એક તરફ વીજળી બચાવવાની અપીલ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓમાં જ વીજ બચતના નિયમોના અમલ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
રાજ્યમાં વીજળીની બચત માટે સામાન્ય નાગરિકોને સતત અપીલ કરવામાં આવી રહી છે. વીજળીનો બિનજરૂરી ઉપયોગ ટાળવા અને જરૂર ન હોય ત્યારે વીજ ઉપકરણો બંધ રાખવા માટે લોકોને સમજાવવામાં આવે છે. જાકે,સામે આવેલા દૃશ્યો દર્શાવે છે કે સરકારી કચેરીઓમાં જ આ બાબતે પૂરતી કાળજી રાખવામાં આવતી નથી. રાજકોટના જેતપુરથી લઈને સુરેન્દ્રનગર, અરવલ્લી, નવસારી અને વાપી સુધી સરકારી કચેરીઓમાં કર્મચારીઓની ગેરહાજરીમાં વીજ ઉપકરણો ચાલુ જાવા મળ્યા હતા. આવી સ્થિતિમાં સરકારના સૂચનોનું પાલન સરકારી અધિકારીઓ જ કેમ નથી કરતા તે સવાલ ઊભો થયો છે.