વિશ્વવિખ્યાત શ્રી મહાકાલેશ્વર મંદિરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, મુંબઈની એક ટીમે મોડી રાત્રે મંદિર પરિસરમાં એક મોક ડ્રીલ હાથ ધરી હતી. આ કવાયતનો હેતુ
કટોકટીની તૈયારી, સુરક્ષા દળોની તૈયારી અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન ચકાસવાનો હતો. અગાઉ, મહાકાલ મંદિર અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા મોક ડ્રીલ હાથ ધરવામાં આવી છે.
રાત્રિ ૧૧ વાગ્યે શરૂ થયેલી આ મોક ડ્રીલ મધ્યરાત્રિ પછી ૨ વાગ્યા સુધી ચાલુ રહી. લગભગ ૧૫૦ દ્ગજીય્ કમાન્ડોએ તેમાં ભાગ લીધો હતો. સંપૂર્ણ સજ્જ કમાન્ડો બુલેટપ્રૂફ વાહનોમાં મહાકાલ લોકના નંદી દ્વાર પર પહોંચ્યા. વરિષ્ઠ અધિકારીઓએ કર્મચારીઓને કામગીરી અંગે બ્રીફિંગ આપ્યું. આ પછી, કમાન્ડોએ મહાકાલ લોકના માનસરોવર વિસ્તાર અને ત્રિનેત્ર કંટ્રોલ રૂમ વચ્ચે વિવિધ વ્યૂહાત્મક સ્થળોએ સ્થાન લીધું. સંભવિત કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે લાઇવ કવાયત હાથ ધરવામાં આવી. અધિક એસપી આલોક શર્માએ જણાવ્યું હતું કે મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષા દળોની તૈયારી, ઝડપી પ્રતિભાવ ક્ષમતા અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલનનું પરીક્ષણ કરવાનો હતો. કટોકટી સુરક્ષા પ્રોટોકોલની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે, કમાન્ડોએ વાસ્તવિક જીવનની કટોકટી જેવી પરિસ્થિતિઓમાં પ્રેક્ટીસ કરી.





































