જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં સેક્સ્યુઅલ પાવર વધારવાની દવાના ઓનલાઈન વેચાણના નામે ગ્રાહકોને ફસાવી બ્લેકમેઇલ કરવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ભાયાવદર પોલીસની ટીમે અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદે રીતે ચાલતાં ત્રણ કોલ સેન્ટર ઝડપી પાડ્યાં છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. ભયાવદર પોલીસની ટીમે દરોડા દરમિયાન ૧૮ કોમ્પ્યુટર-લેપટોપ, ૨૩ મોબાઇલ ફોન અને રાઉટર સહિત કુલ ૫,૧૬,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ તપાસ મુજબ, આરોપીઓ ખોટા ડોક્ટર તરીકે ઓળખ આપીને બી-૧૨, ન્યુરો શÂક્ત પ્લસ અને અન્ય આયુર્વેદિક પ્રોડક્ટના નામે ગ્રાહકોનો સંપર્ક કરતા હતા.વેબસાઇટ મારફતે ગ્રાહકોને પોર્નોગ્રાફિક સામગ્રી મોકલીને પ્રોડક્ટ ખરીદવા માટે પ્રેરિત કરવામાં આવતા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે. ગ્રાહક પ્રોડક્ટનો ઓર્ડર રદ કરે તો તેને તેના પરિવારના સભ્યોને જાણ કરવાની ધમકી આપવામાં આવતી હતી. આ ઉપરાંત પોલીસ ફરિયાદ કરીને આજીવન જેલમાં મોકલી દેવાની ધમકી આપી ગ્રાહકો પાસેથી બળજબરીથી નાણાં પડાવાતા હોવાનો આરોપ છે. કેટલાક કિસ્સામાં વોટ્‌સએપ મારફતે પણ ગ્રાહકોને ધમકી આપવામાં આવતી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. જાકે, આ સમગ્ર કૌભાંડમાં કેટલા ગ્રાહકો ભોગ બન્યા છે અને તેમની પાસેથી કેટલી રકમ પડાવવામાં આવી છે તે અંગે વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે. ભાયાવદર પોલીસની ટીમે ઉમિયાનગર, સિનેમા રોડ અને મતવા શેરીમાં દરોડા પાડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ત્રણેય સ્થળોએ કમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ અને ઇન્ટરનેટનાં સાધનોની મદદથી કોલ સેન્ટર ચલાવવામાં આવતાં હતાં. દરોડા દરમિયાન પોલીસે કુલ ૧૮ કમ્પ્યુટર અને લેપટોપ, ૨૩ મોબાઇલ ફોન, રાઉટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ૫,૧૬,૭૦૦ હોવાનું જણાવાયું છે.
પોલીસની પ્રાથમિક વિગતો મુજબ, ઉમિયાનગર ખાતે ખોડીદાસ હીરાભાઈ માકડીયાની
ઓફિસ, સિનેમા રોડ પર અહેમદરઝા અશરફભાઈ મુલતાણીની ઓફિસ અને મતવા શેરી ખાતે હાર્દિક ભરતભાઈ ખાંભલાના સ્થળે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હાર્દિક ખાંભલા સહિત અન્ય પાંચ આરોપીઓ ફરાર હોવાનું જણાવાયું છે. તેમને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.ઝડપાયેલા આરોપીઓના નામઃ ખોડીદાસ હીરાભાઇ માકડીયા (રહે. ઉમીયા નગર ભાયાવદર),કૌશીકભાઇ અશોકભાઇ વાળા (રહે. હોળીધાર ભાયાવદર તા.ઉપલેટા જ.રાજકોટ),મીત હરસુખભાઇ બેડવા (રહે.હોળીધાર વવસતાર ભાયાવદર તા.ઉપલેટા જ.રાજકોટ),ચેતનભાઇ હેમતભાઇ રાઠોડ (રહે.હોળીધાર ભાયાવદર મુળ ગામ ભાંખ તા.ઉપલેટા જ.રાજકોટ),અહેમદરઝા અશરફભાઇ મુલતાણી (રહે. ભાયાવદર સીનેમા રોડ તા.ઉપલેટા જ.રાજકોટ),રાજશભાઇ નાથાભાઇ પરમાર (રહે. ક્ણનગર સોસાયટી ભાયાવદર તા.ઉપલેટા જ.રાજકોટ),મનવીરભાઇ રાણાભાઇ ખાંભલા (રહે. ભાયાવદર સરસવતી સોસાયટી તા.ઉપલેટા જ.રાજકોટ)અહેમદરજ ઉર્ફે બાપુ અનવરભાઇ કાદરી (રહે. જુના કલારીયા તા.ઉપલેટા જ.રાજકોટ),નાશીર દોસમામદભાઇ લાખા (રહે. ભાયાવદર હોળીધાર વવસતાર તા.ઉપલેટા જ.રાજકોટ) જલ દદનેશભાઇ ખાણીયા (રહે. ભાયાવદર મીલન પાન વાળી શેરી ફલવાડી તા.ઉપલેટા જ.રાજકોટ)