વહેલી સવારે ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જારદાર ભૂકંપ અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ત્રણેય દેશોમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૧, ૪.૪ અને ૪.૯ માપવામાં આવી હતી. એક દિવસ પહેલા, ગુરુવાર, ૨૨ ઓક્ટોબરના રોજ, તિબેટમાં રિક્ટર સ્કેલ પર ૭.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અત્યાર સુધીમાં, તિબેટમાં ૧૮ લોકોના મોત થયાના અહેવાલ છે, અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરોને ભારે નુકસાન થયું છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે ૫ઃ૫૪ વાગ્યે અફઘાનિસ્તાનમાં ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.પાકિસ્તાનમાં સવારે ૪ઃ૫૬ વાગ્યે ૪.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
ચીનના દૂરના તિબેટ પ્રદેશમાં ૭.૦ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેમાં ઓછામાં ઓછા ૧૮ લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપ રાત્રે ૧૦ઃ૩૩ વાગ્યે (૧૪૩૩ જીએમટી) આવ્યો. ભૂકંપનું કેન્દ્ર નાગ્કુથી લગભગ ૧૯૦ કિલોમીટર (૧૨૦ માઇલ) પૂર્વ-ઉત્તરપૂર્વમાં અને પ્રાદેશિક રાજધાની લ્હાસાથી ૩૯૦ કિલોમીટર ઉત્તરપૂર્વમાં એક પર્વતીય વિસ્તારમાં હતું. ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ૪૬ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ૧૧ લોકો ગંભીર છે. વધુમાં, ૩૩૯ ઘરો ધરાશાયી થયા છે અથવા નુકસાન થયું છે.
ચીનની સત્તાવાર સમાચાર એજન્સી, શિન્હુઆ અનુસાર, ભૂકંપને કારણે કેટલાક વિસ્તારોમાં સંદેશાવ્યવહાર ખોરવાઈ ગયો છે, અને સાવચેતી તરીકે આ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનોને રોકવા માટે કટોકટીના પગલાં લેવામાં આવ્યા છે. ભૂકંપ બાદ ભૂસ્ખલનને કારણે રાષ્ટÙીય ધોરીમાર્ગ ૩૧૭ નો એક ભાગ પણ બંધ થઈ ગયો છે. શિન્હુઆના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં સમયાંતરે હિમવર્ષા થવાની સંભાવના છે.