રાજુલાના કડિયાળી ગામે એક મહિલાને ભૂંડી ગાળો આપી ઝાપટ મારવામાં આવી હતી. બનાવ અંગે હિરૂબેન લખમણભાઈ ખુમાણ (ઉ.વ.૫૫)એ સંજયભાઈ ધનજીભાઈ ખસિયા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, હિરૂબેનના પડોશમાં રહેતા બે ભાઈઓ ઘરની બહાર માથાકૂટ કરતા હતા. જેથી તેઓ બંને ભાઈઓને સમજાવવા ગયા હતા.આ બાબત આરોપી સંજયભાઈને સારી ન લાગતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપી ઢોલ-ઝાપટ મારી હતી. ઉપરાંત છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના અંગે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.બી. ઝીંઝાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.







































