રાજકોટના ન્યૂ માયાણીનગર ખાતે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અત્યાધુનિક ‘SPCF ડાયગ્નોસ્ટિક સેન્ટર’ શરૂ થયું છે.
દશેરાના પાવન દિવસે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાયું હતું. આગામી ૩૧ ઓક્ટોબર, સરદાર જયંતીથી સર્વ સમાજના લોકો માટે અહીં રાહતદરે સેવાઓ ઉપલબ્ધ બનશે. સેન્ટરમાં કાર્ડિયોલોજી, રેડિયોલોજી અને પેથોલોજી વિભાગ હેઠળ TMT, ECG,, ડિજિટલ X-Ray, મેમોગ્રાફી, સોનોગ્રાફી તેમજ બ્લડ ટેસ્ટ માટેના આધુનિક મશીનો વસાવવામાં આવ્યા છે. દર્દીઓ માટે હોમ સેમ્પલ કલેક્શનની સુવિધા પણ રાખવામાં આવી છે.
સામાન્ય નાગરિકોને ગુણવત્તાયુક્ત અને વાજબી દરે નિદાન મળે તેવા આશય સાથે શરૂ થયેલા આ સેન્ટરના ઉદ્ઘાટનમાં ટ્રસ્ટીઓ, દાતાઓ, તબીબો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.









































