સાવરકુંડલામાં વિજયાદશમીના પર્વ નિમિત્તે ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ હાથસણી રોડ પર આવેલા ઉતાવળા હનુમાન મંદિર ખાતે ગરાસિયા રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌપ્રથમ મા ભગવતીની આરાધના કરવામાં આવી હતી, ત્યારબાદ શક્તિ, શૌર્ય અને ધર્મના પ્રતીક સમાન શસ્ત્રોનું પૂજન કરાયું હતું. વિજયાદશમીના પર્વે શસ્ત્રપૂજનની પરંપરા દ્વારા સનાતન સંસ્કૃતિ અને ક્ષત્રિય પરંપરાનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજની સુખાકારી, પ્રગતિ, એકતા, ભાઈચારો, શાંતિ અને
સમૃદ્ધિ જળવાઈ રહે તેમજ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી મંગલકામના કરવામાં આવી હતી.








































