ચલાલાના મીઠાપુર (ડું) ગામે તાર ફેન્સિંગ મુદ્દે ઠપકો આપતાં જીવલેણ હુમલો કરાયો હતો. બનાવ અંગે કરણસિંહ નારુભા રહેવર (ઉં.વ.૨૮)એ દિલીપભાઈ બાઘુભાઈ વાળા, કેતનભાઈ બાઘુભાઈ વાળા તથા બાઘુભાઈ દાનાભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદી તથા આરોપીઓ એક જ ગામમાં અને એક જ સોસાયટીમાં રહે છે. આજથી આશરે ત્રણેક વર્ષ પહેલાં જન્માષ્ટમીના તહેવાર સમયે સાર્વજનિક પ્લોટ બાબતે સોસાયટીના રહીશો દ્વારા તાર-ફેન્સિંગ કરવા મુદ્દે આરોપીઓને ઠપકો આપવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદી પણ સામેલ હતા. આ બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ જેમફાવે તેમ ગાળો આપી ફરિયાદીને ગાલ પર ઝાપટ મારી હતી.આ બાબતનો ઠપકો આપવા જતાં આરોપીઓએ સમાન ઈરાદો પાર પાડવા કુહાડી તથા તલવાર વડે હુમલો કર્યો હતો, જેના કારણે ફરિયાદીને ૨૦-૨૦ ટાંકા આવે તેવી ઈજા પહોંચી હતી. આરોપીઓએ શરીરે આડેધડ ભયંકર હથિયાર વડે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી, ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે ચલાલા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે. આર. ભાચકન વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































