ગોંડલના ભગવતપરા વિસ્તારમાં આવેલા રાજેશ હોલ નજીક હનુમાનજી મંદિર પાસે બાઇક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં બાઇકચાલક નરેન્દ્રભાઈ મનજીભાઈ મકવાણા (ઉં.વ. ૩૦) નામના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં પણ કૅપ્ચર થઈ ગઈ છે. મૃતક યુવક છૂટક મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘટનાની જાણ થતાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટના ધવલભાઈ ગોહેલે યુવકને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ગોંડલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.






































