અમરેલી એસ.ઓ.જી. (ર્જીંય્) ટીમે બાબરામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલીને ચાર શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરી છે. એસ.ઓ.જી. ટીમને મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે બાબરાના શાહ પેટ્રોલ પંપ ચોકડી પાસેથી સફેદ રંગની હ્યુન્ડાઈ ગ્રાન્ડ ૈ૧૦ કાર સાથે ચારેય આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોરીનો ગુનો કબૂલી લીધો હતો.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૮૫,૬૦૦ની રોકડ રકમ, ૪ મોબાઈલ ફોન અને કાર સહિત કૂલ રૂ.૬,૦૫,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાનૂની કાર્યવાહી અર્થે બાબરા પોલીસ મથકે સોંપ્યા છે. પકડાયેલા આરોપીઓમાં અર્જુનભાઈ ઉર્ફે લાલો સેખલીયા, રાહુલભાઈ પરમાર, આકાશભાઈ સેખલીયા અને પરેશ ઉર્ફે રામો ડાભીનો સમાવેશ થાય છે.