ગીર સોમનાથના ગીર ગઢડા પંથક નજીક આવેલા ખીલાવડ રોડ પર મોડી રાત્રે એક-બે નહીં પરંતુ એકસાથે ૧૫ સિંહોનું ટોળું શિસ્તબદ્ધ રીતે રસ્તો ઓળંગતું જોવા મળ્યું હતું. આ અનોખો અને રોમાંચક નજારો જોઈને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો થંભી ગયા હતા. શિસ્તબદ્ધ રીતે કતારબદ્ધ પસાર થતા સિંહોના આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સિંહપ્રેમીઓમાં ભારે કૌતુક સર્જાયું છે.






































