અમરેલીના ફતેપુર ગામે રહેતા અરવિંદભાઈ રામજીભાઈ જાદવ (ઉં.વ.૪૦)એ જીતુભાઈ છનાભાઈ જાદવ, જીતુભાઈનો દીકરો તથા ભનુભાઈ દેવરાજભાઈ જાદવ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓ ફરિયાદીના ભાઈના દીકરા રોનકને ખીજાયા હતા. જેથી ફરિયાદીના પત્ની આરોપીઓને ઠપકો આપવા ગયા હતા. તે સમયે જીતુભાઈના હાથમાં રહેલી છરીનો એક ઘા ફરિયાદીના પેટના ભાગે મારી ચીરો કરી દીધો હતો. ઉપરાંત, ડાબા હાથની ટચલી આંગળી પર લોખંડનો પાઈપ મારી ઈજા પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. જે. ગોંડલિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.