અમરેલીમાં ગુજકોસ્ટ, ડીએસટી અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વિઝ યોજાઈ હતી. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૧૨ વિદ્યાર્થીઓની છ ટીમની પસંદગી થઈ છે. આ ટીમો ૧૩ ઓક્ટોબરે ગાંધીનગર ખાતે યોજાનારી રાજ્ય કક્ષાની ક્વિઝમાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.





































