લાઠી તાલુકાના ચાવંડથી હિરાણા ગામને જોડતા નોન પ્લાન રોડના નિર્માણ કાર્યનું રૂ. ૨.૨૦ કરોડના ખર્ચે ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી આ રોડની માંગ હોવાથી કામ શરૂ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે જનક તળાવીયાએ જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે મજબૂત માર્ગ વ્યવસ્થા જરૂરી છે. રોડ બનવાથી ચાવંડ, હિરાણા સહિત આસપાસના ગામોના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને નાગરિકોને અવરજવરમાં સુવિધા મળશે. રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓથી લાઠી તાલુકામાં વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યો, પૂર્વ સદસ્ય, સરપંચ, પંચાયત સભ્યો, આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







































