તળાજાના મોટા ઘાણા ગામે માહી ડેરી દ્વારા એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એનડીડીબી ડેરી સર્વિસીસના મેનેજિંગ ડિરેક્ટર ડો. સી.પી. દેવાનંદે જણાવ્યુ કે આ ટેકનોલોજીથી પશુઓની આનુવાંશિક ગુણવત્તામાં સુધારો થશે અને દૂધ ઉત્પાદન વધતા પશુપાલકોમાં આર્થિક ક્રાંતિ આવશે. દૂધ ઉત્પાદન વધારવા પશુઓની સંખ્યા નહિ પરંતુ ગુણવત્તા સુધારવી જરૂરી છે. માહી ડેરીના ચેરમેન વિજયભાઇ ઓડેદરા અને ચીફ એક્ઝિક્યુટિવ આલોક કુમાર ગુપ્તાએ જણાવ્યુ કે આનાથી ટૂંકા સમયમાં વધુ દૂધ આપતા પશુઓ વધારી શકાશે. એનડીડીબી ડેરી સર્વિસીસના ડો. એસ.પી. સિંઘે ટેકનોલોજી અંગે માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. વસંત કાલરીયાએ કર્યુ હતું. આ પ્રસંગે માહી ડેરીના બોર્ડ મેમ્બર્સ અને મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.



































