કોડીનારના વિવિધ વિસ્તારોમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી રૂ.૩.૮૪ લાખથી વધુનો વિદેશી-દેશી દારૂ, બાઇક અને મોબાઇલ જપ્ત કર્યા છે. દરોડા દરમિયાન ૫ આરોપીઓ ઝડપાયા છે, જ્યારે ૨ ફરાર થયા છે. ગાંધીનગરની ટીમની આ કડક કાર્યવાહીથી સ્થાનિક પોલીસના ઇન્ટેલિજન્સ નેટવર્ક અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.





































