સાવરકુંડલામાં ગાંધી જયંતિના પાવન અવસરે ધારાસભ્ય મહેશ કસવાલાએ ખાદી ભંડારની મુલાકાત લઈ ખાદીની ખરીદી કરી હતી. આ પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ જણાવ્યું કે ગાંધીજીનું સ્વદેશીનું સ્વપ્ન આજે આત્મનિર્ભર ભારત સાથે આગળ વધી રહ્યું છે. સ્થાનિક કારીગરો અને ગૃહઉદ્યોગોને આર્થિક ટેકો મળે તે માટે સૌએ સ્વદેશી વસ્તુઓ ખરીદવી જોઈએ અને ‘વોકલ ફોર લોકલ’ને વધુ પ્રોત્સાહન આપવુ જોઈએ.







































