ઊના ખાતે ભગતસિંહ એકતા ગ્રુપ દ્વારા તા. ૨૮ સપ્ટેમ્બરના રોજ દેશના મહાન યુવા ક્રાંતિકારી શહીદ ભગતસિંહની ૧૧૯મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગીર સોમનાથ-જૂનાગઢ જિલ્લા કોળીસેનાના પ્રમુખ દીપાબેન બાંભણીયા, ઉપપ્રમુખ મનોજભાઈ બાંભણીયા, ઊના શહેર કોળીસેનાના પ્રમુખ ભાવેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ પંકજભાઈ સોલંકી, ઊના તાલુકા યુવા કોળી સંગઠન પ્રમુખ અલ્પેશભાઈ બાંભણીયા સહિત વિજયભાઈ સોલંકી, મયુરભાઈ ડાભી, હસુભાઈ તેમજ કોળીસેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભગતસિંહ એકતા ગ્રુપ દ્વારા અગ્રણીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. દીપાબેન બાંભણીયાએ આયોજન બદલ કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવી હતી.









































