ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ના વિરોધમાં સાબરકાંઠાના હિંમતનગરમાં વકીલોનો વિરોધ ઉગ્ર બન્યો છે. સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના વકીલોએ કોર્ટની કામગીરીથી અળગા રહી કોર્ટ પરિસરમાં સૂત્રોચ્ચાર અને ધરણાં યોજ્યાં હતા. વિરોધ દરમિયાન વકીલોએ હિંમતનગર કોર્ટના મુખ્ય ગેટને તાળું મારી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ સહિત વિવિધ માંગણીઓને લઈને વકીલો દ્વારા રાજ્યવ્યાપી વિરોધ ચાલી રહ્યો છે. હિંમતનગરમાં પણ વકીલો મોટી સંખ્યામાં કોર્ટ પરિસરમાં એકત્ર થયા હતા.વકીલોએ મુખ્ય ગેટને તાળું મારી સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ કોર્ટ પરિસરમાં પ્રતિકાત્મક ધરણાં યોજીને સરકારનું ધ્યાન પોતાની માંગણીઓ તરફ દોરવાનો પ્રયાસ કર્યો હતો
વિરોધ દરમિયાન વકીલોએ કાગળની હોડી બનાવી અનોખી રીતે પોતાની રજૂઆત કરી હતી. વિવિધ સૂત્રોચ્ચાર સાથે વકીલોએ ભાડા વિધેયક સહિતના મુદ્દાઓ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો.વકીલોનું કહેવું છે કે નવા વિધેયકની કેટલીક જાગવાઈઓ અંગે તેમને ગંભીર વાંધાઓ છે અને તેમાં જરૂરી સુધારા કરવામાં આવે તેવી તેમની માગ છે.
વકીલોનો મુખ્ય વિરોધ ભાડા સંબંધિત વિવાદોના નિકાલની સત્તા અને અધિકારક્ષેત્રમાં સૂચવાયેલા ફેરફારોને લઈને છે. અહેવાલો અનુસાર વિધેયકમાં ભાડા વિવાદોના નિર્ણયની પ્રક્રિયામાં ન્યાયિક સત્તા અને વહીવટી તંત્રની ભૂમિકા અંગે ફેરફારની જાગવાઈઓ સામે કાનૂની આલમ વાંધો ઉઠાવી રહ્યો છે.વકીલોનું કહેવું છે કે વિધેયકની જાગવાઈઓ અંગે પૂરતી ચર્ચા અને વિચારણા બાદ જ આગળની કાર્યવાહી થવી જાઈએ.ભાડા વિધેયક ઉપરાંત વકીલોએ પોલીસને આપવામાં આવેલી કેટલીક સત્તાઓમાં ફેરફાર, એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ અને સાત વર્ષથી ઓછી સજાની જાગવાઈ ધરાવતા ગુનાઓમાં પોલીસ કાર્યવાહી સંબંધિત મુદ્દાઓ અંગે પણ સરકાર સમક્ષ રજૂઆતો કરી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આહ્વાન બાદ ૫ આૅક્ટોબરથી રાજ્યભરના વકીલો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી હતી. તેના પગલે વિવિધ અદાલતોમાં કોર્ટ કાર્યવાહી પર અસર જાવા મળી હતી.દરમિયાન, ૫ આૅક્ટોબરે ગુજરાતના મહાધિવક્તા કમલ ત્રિવેદીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી એવી ખાતરી આપવામાં આવી છે કે ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ને રાજ્યપાલની મંજૂરી નહીં મળે અને મૂળ કાયદો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમ છતાં વકીલોનો વિરોધ તાત્કાલિક સમાપ્ત થયો નહોતો.હિંમતનગરમાં વકીલોનું કહેવું છે કે તેમની વિવિધ માંગણીઓ અંગે યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી તેઓ કોર્ટની કામગીરીથી અળગા રહી વિરોધ ચાલુ રાખશે.





































