ગુજરાતના જાણીતા કવિ સ્નેહી પરમારના ચતુર્થ પુસ્તક ‘ઝાંઝરી જળમાં ઝબાક્ ડૂબી’નું તેમના પરિવારજનોના હસ્તે વિમોચન કરાયું હતું. આ પ્રસંગે સાહિત્યકારો, કલાકારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાંતિલાલ પરમારે સહુનું સ્વાગત કર્યું હતું. જાણીતા કવિઓ શવજી રૂખડા, હરજીવન દાફડા અને જિત ચુડાસમા તેમજ અન્ય અગ્રણીઓએ કવિની ગઝલની વિશિષ્ટતા, સર્જન પ્રક્રિયા અને વ્યક્તિત્વ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.




































