તાજેતરમાં વિમાનમાં સર્જાયેલી દુર્ઘટના દરમિયાન કેપ્ટન સ્મિત મુસાફરોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે કરાયેલી અદમ્ય હિંમત અને માનવતાભરી કામગીરીની ઈસ્માઈલી બાબરા ખોજા સમાજ દ્વારા હૃદયપૂર્વક સરાહના કરવામાં આવી છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના જીવની પરવા કર્યા વગર મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપી સેવાભાવી વ્યક્તિઓએ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી હતી. તેમની હિંમત, સાહસ અને સેવાભાવ સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત હોવાનું જણાવાયું છે. રાષ્ટ્રનું ગૌરવ વધારનાર તમામ સેવાભાવી વ્યક્તિઓને સમાજના સભ્યો વતી હાર્દિક અભિનંદન પાઠવી તેમની અમૂલ્ય સેવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે તેમની ઉત્તમ તંદુરસ્તી, સુખાકારી અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી શુભકામનાઓ પાઠવાઈ છે.


































