ભારતની ભવ્ય અને દિવ્ય ભૂમિ પર અનેક સંતો, મહાત્માઓ, રાષ્ટ્રભક્તોએ જન્મ લીધો છે.જ્યોતિષ શાસ્ત્રીઓ એવું કહે છે કે ઓક્ટોબર માસમાં જન્મેલા વ્યક્તિઓ સ્ટ્રોંગ અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવામાં અગ્રેસર હોય છે. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જીવન અને કવન યુવા પેઢીને શીખવા જેવું છે. અહિંસાની જ્યોત અને સત્યનો પ્રકાશ એટલે મહાત્મા ગાંધીજી. ૨ ઓક્ટોબર ૧૮૬૯ માં પોરબંદરમાં તેમનો જન્મ થયો હતો. વિદ્યાર્થી અવસ્થામાં સામાન્ય વ્યક્તિત્વ હતું. સત્યવાદી હરિચંદ્રના નાટકોની તેમના માનસ પર જબરજસ્ત અસર થઈ. સત્ય અને અહિંસાના માર્ગે જીવન જીવવું તે માર્ગે આગળ વધતા ગયા. પોરબંદર અને રાજકોટમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. બેરિસ્ટર બન્યા પછી શેખ અબ્દુલ્લાનો કેસ લડ્‌યા. આફ્રિકામાં રંગભેદની નીતિ ફર્સ્ટક્લાસ ની ટિકિટ લીધી હોવા છતાંય ગોરા લોકો દ્વારા ટ્રેનમાંથી ઉતારી દીધા અને આફ્રિકામાં સત્યાગ્રહની શરૂઆત કરી. જોહાનિસબર્ગ અને ફિનિક્સમાં આશ્રમ ઊભો કર્યો.રસ્કિન અને ટોલ્સટોયના અન ટુ ધી લાસ્ટ જેવા અનેક પુસ્તકોની તેમના માનસ ઉપર જબરજસ્ત અસર થઈ.સૌપ્રથમ સત્યાગ્રહની શરૂઆત રંગભેદનીનીતિ વિરુધ્ધમાં કર્યો. ભારત આવ્યા પછી તેમણે ભારતની ગરીબીનું મુખ્ય કારણ અંગ્રેજોની શોષણભરી નીતિ જવાબદાર છે.
ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ,બોરસદ અને બારડોલી સત્યાગ્રહ, દાંડીકૂચ અને હિંદ છોડો આંદોલન દ્વારા દેશમાં આઝાદી મેળવવા માટે અહિંક આંદોલન શરૂ કર્યા. લાખો લોકોને સ્વરાજ્ય મેળવવા માટે અહિંસાના પાઠ શીખવ્યા.ગાંધીજી પોતાની અડધી જિંદગી જેલમાં રહ્યા. ગાંધીજી પાસે સૌથી મહત્વનું શસ્ત્ર ઉપવાસ હતું.બ્રિટિશ વાઈસરોય અને અમલદારો ગાંધીજીની ધરપકડ કરવાની હોય તો તે પૂર્વે પરિસ્થિતિનો તાગ મેળવી લેતા હતા.ચંપારણ સત્યાગ્રહ વખતે તેઓ ત્યાં ગયા ત્યારે કસ્તુરબા પણ જોડે હતા. ચંપારણની મહિલાઓ એટલી બધી ગરીબ હતી કે પોતાના કપડા જે પહેરેલા હોય તે ધોઈ નાખે ત્યાં સુધી નગ્ન રહે અને ત્યારબાદ તે જ કપડા પહેરે તેનું વાસ્તવિક ચિત્ર કસ્તુરબાએ ચંપારણમાં જોયું.આ વાત બાપુને કરી તે દિવસથી ગાંધીજીએ નક્કી કર્યું કે મારા ભારતીયને સંપૂર્ણ કપડા પહેરવા નહીં મળે ત્યાં સુધી હું માત્ર પોતડી પહેરીશ. ગાંધીજી અને ક્રાંતિકારીઓએ બ્રિટિશ સરકારના પાયા હલાવી નાખ્યા અને દેશ ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયો.આજે ગાંધી મેળવવા લોકો અનીતિ અને ભ્રષ્ટાચાર કરે છે. ગાંધી ખુરશી મેળવવાનો માર્ગ બની ગયો છે ગાંધીજીના ૧૧ વ્રત સાચું જીવન છે.ગાંધીજીના બુનિયાદી શિક્ષણના વિચારો આજના સ્પર્ધાત્મક યુગમાં અનિવાર્ય છે.સાચું ભારત ગામડામાં છે. હિન્દુસ્તાનના ખેડૂતો આ દેશના રાજા છે. સાચો વૈષ્ણવ બીજાની પીડા જાણે તે છે. ગાંધીજીની દુનિયાના બધા જ દેશોમાં પ્રતિમા છે. ગાંધી ન ભૂતો ન ભવિષ્યતી છે..
દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સાદાઈની સીમા અને પ્રમાણિકતાનો પર્યાય રહ્યા. વામન કદમાં વિરાટ સ્વરૂપ ધરાવતા શાસ્ત્રીજીએ જય જવાન.. જય કિસાન..ના સૂત્ર દ્વારા ભારતની કૃષિમાં હરિયાળી ક્રાંતિ લાવવાનું અદભુત કાર્ય કરી બતાવ્યુ. ગાંધીજીના પટ્ટશિષ્ય રહ્યા તેમણે હોદ્દા કરતા રાષ્ટ્રસેવાને પ્રાધાન્ય આપ્યું. સરકારી મિલકતનો ક્યારે પણ પોતાના માટે ઉપયોગ કર્યો નથી. શાસ્ત્રીજીએ પારિવારિક, સગાવાદથી દૂર રહી સેવા બજાવી. શાસ્ત્રીજીને દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવાના હતા તે સમયે તેમનો ઝભ્ભો ફાટી ગયેલો હતો ત્યારે તેમની ધર્મ પત્નીએ કહ્યું કે તમે હવે દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છો.ત્યારે શાસ્ત્રીજીએ કહ્યું કે મારા લાખો ખેડૂતોના કપડા ફાટેલા હોય એટલે તે તમે સાંધી દેશો એટલે ચાલશે.આવા રાષ્ટ્રભક્તો આ દેશની અસ્મિતા છે.
અખંડ ભારતના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલની ૩૧મી ઓક્ટોબરના રોજ જન્મ જયંતી છે.૫૬૨ દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરનાર વિશ્વ યુગપુરુષ તેમના રચનાત્મક અને રાષ્ટ્રસેવાના કાર્યો થકી લોક હૃદયમાં સમ્રાટની જેમ જીવંત છે.કરમસદના કર્મયોગીની વિરાસતએ આપણો વારસો છે. વિકટ પરિસ્થિતિમાં દેશની નૌકા જેના શિરે હતી તેવા પ્રથમ ગૃહપ્રધાન તરીકે અખંડ ભારતના સર્જક તરીકે કરેલા કાર્યો સદીઓ સુધી ભારતને સરદાર પટેલની યાદ અપાવશે. સોકત અલીએ કહ્યું છે બરફમાં જ્વાળામુખી જેવું વ્યક્તિત્વ સરદાર પટેલનું હતું. ૪૩ વર્ષ સુધી ભારતના રાજકારણમાં રહીને દેશની અસ્મિતાને રાષ્ટ્ર ભક્તિમય બનાવ્યુ.ગાંધીયુગના સરદાર, શાસ્ત્રી તેમજ અનેક સૈનિકો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા અને દેશને આઝાદી અપાવી.
ઓક્ટોબર માસ એટલે દેશના ત્રણ મહાપુરુષોની જન્મ જયંતી. તેનો સારાંશ લેખ સ્વરૂપે મારા વાચક વર્ગ સમક્ષ મુકતા આનંદ થાય છે અને હું સરદાર પટેલનો પરમ ભક્ત છું કારણ કે સરદાર મારા રોલ મોડલ છે. મેં તેમના ઉપર પીએચડી કર્યું છે.સરદારના વંશજો હોવાથી અમારામાં તેમના જેવા એકાદ બે ગુણો આવે એ જ સૌથી મોટી ભક્તિ છે.. જય સરદાર..જય સરદાર Mo.૯૮૨૫૭૦૨૨૮૨