ગાંધી જયંતી નિમિત્તે ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ પંડ્યા ખાદી કાર્યાલય ખાતે ખાદીની ખરીદી કરી ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો હતો. તેમણે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યું હતું. ત્યારબાદ ખાદીની ખરીદી કરી સ્વદેશી, સ્વાવલંબન અને આત્મનિર્ભરતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપના આગેવાનો, કાર્યકરો તથા નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ સત્ય, અહિંસા અને સ્વદેશીના ગાંધીજીના વિચારોને દૈનિક જીવનમાં અમલમાં મૂકવા અપીલ કરી હતી. પંડ્યા ખાદી કાર્યાલયના સંચાલકોએ ઉપસ્થિત આગેવાનોનું સ્વાગત કરી સન્માન કર્યું હતું.







































