અમરેલીમાં વિસરાઈ ગયેલી વિરાસતને ઉજાગર કરતું મોરબીનું પ્રખ્યાત ભવાઈ મંડળ દ્વારા ‘જેસલ તોરલ’ નાટકની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે. મહેન્દ્રભાઈ અને પ્રફુલભાઈ વ્યાસ દ્વારા આ નાટક ભજવવામાં આવશે. આ નાટ્ય પ્રસ્તુતિ આગામી તા. ૪-૧૦-૨૦૨૬ને રવિવારના રોજ રાત્રીના ૯ કલાકે ચકરગઢ રોડ ઉપર કાનાણીની વાડી, દયાળભાઈ સંઘાણીના ઘર પાસે યોજાશે. આ કાર્યક્રમમાં કલા અને સંસ્કૃતિને પ્રેમ કરનાર સૌ લોકોને ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાતી લોકકલા અને ભવાઈની પરંપરાને જીવંત રાખતા આ કાર્યક્રમનો કલા પ્રેમીઓને લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.