સાવરકુંડલામાં રહેતો એક યુવક ઘરે આવીને સૂતા પછી ઊઠયો જ નહોતો. બનાવ અંગે
હીરેનભાઈ હરેશભાઈ બગડા (ઉં.વ.૩૪)એ જાહેર કર્યા મુજબ, તેમના ભાઈ ગૌતમભાઈ હરેશભાઈ
બગડા (ઉં.વ. ૩૮) બપોરે ૨ વાગ્યાની આસપાસઘરે આવીને સૂઈ ગયા હતા. ત્યારબાદ સાંજે ૬ વાગ્યે તેમના પિતા તેમને જગાડવા જતાં તેઓ ઊઠયા જ નહોતા. કોઈ અગમ્ય કારણોસર તેમનું મોત નીપજ્યું હતું.
આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. એન. ખસતીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.