ભાવનગર-સોમનાથ હાઈવે પર બાલાની વાવ નજીક કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. કારમાં ચાર લોકો સવાર હતા, જેમાંથી બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાજુલાની ખાનગી કાશીબા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં નાગેશ્રી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે માહિતી મેળવી હતી. પોલીસે અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.







































