દામનગરમાં રસ્તાઓ પર રખડતા પશુઓને આશ્રયસ્થાને ખસેડવામાં નગરપાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાની ચર્ચા છે. સરદાર સર્કલ, ભૂરખીયા ચોકડી પાસેના પુલ, બજારો, રાભડા-ધામેલ રોડ ચોકડી તથા સહકારી મંડળી નજીક પશુઓ રસ્તા પર બેસી રહેતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. હાઇકોર્ટની ટકોર છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.





































