સોલાર પાવર પ્લાન્ટમાં રૂ. ૪.૬૦ લાખના નુકસાન અંગે મૂળ મધ્યપ્રદેશના સિહાવલના દુરાવ ગામના અને હાલ રાજુલા ખાતે રહેતા પ્રિન્સકુમાર ગિરજાપ્રસાદ શુક્લા (ઉં.વ.૩૧)એ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમની કંપનીની સોલાર પાવર પ્લાન્ટની સાઈટ પરથી અલગ-અલગ તારીખ તથા સમયે રાત્રિના કોઈ અજાણ્યા ઈસમે પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ કૂદીને આવી, વિવિધ કેબલ કાપીને રૂ. ૪,૬૦,૩૧૨નું નુકસાન કર્યું હતું અને ફરાર થઈ ગયો હતો.
નાગેશ્રી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.ડી. હડિયા વધુ તપાસ કરી રહ્યા છે.